શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૦. કોના માટે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. કોના માટે?|}} <poem> અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરુ...")
(No difference)

Revision as of 12:52, 8 July 2022

૫૦. કોના માટે?



અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? –

કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? –

કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)