શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૬. અંદર જેની છલક છલક છે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૬. અંદર જેની છલક છલક છે|}} <poem> અંદર જેની છલક છલક છે, એનો મારે...") |
(No difference)
|
Revision as of 12:59, 8 July 2022
૫૬. અંદર જેની છલક છલક છે
અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ,
અંદર જેની રણક ઝણક છે, શ્વાસે એનો સ્પંદ. –
લયમાં સરવું વાટે ઘાટે
જોવા ઝલમલ ચ્હેરા;
બે મીઠાં જ્યાં વેણ મળે ત્યાં,
અપના રૈન બસેરા! –
અંદર જેની અવરજવર છે, એનો પદ પડછંદ. –
ઝરમર ઝીલી ઝીલી મારે
ઢાળ હોય ત્યાં ઢળવું,
ક્યાંક સમુંદર ખરો આપણો,
એ ગમ હવે નીકળવું,
અંદર રસનું તાણ સખત છે, નિકટ પૂનમનો ચંદ. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૪)