શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૭. – તો આવ્યાં કને: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૭. – તો આવ્યાં કને|}} <poem> શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને...") |
(No difference)
|
Revision as of 13:00, 8 July 2022
૫૭. – તો આવ્યાં કને
શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
ક્યાંક રે આંબો ટહુક્યો
એની વનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૧૭)