શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૯. સાદ ના પાડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૯. સાદ ના પાડો|}} <poem> બારીમાંથી ગગન પાડતું સાદ! સાદ ના પાડો. અ...")
(No difference)

Revision as of 13:02, 8 July 2022

૫૯. સાદ ના પાડો


બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.

સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
સાદ ના પાડો.

જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)