શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૯. એને કેમ વખોડું?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૯. એને કેમ વખોડું?|}} <poem> જે ઘટથી રસ પીધો ગટ ગટ, એ ઘટને શું ફોડ...") |
(No difference)
|
Revision as of 13:20, 9 July 2022
૬૯. એને કેમ વખોડું?
જે ઘટથી રસ પીધો ગટ ગટ,
એ ઘટને શું ફોડું?
જે ડાળે મેં માળો બાંધ્યો,
એ જ ડાળ શું તોડું? –
જે પાંખે મેં ગગન ઉઘાડ્યાં,
એ પાંખો શું પથ્થર?
જે આંખે રસરૂપ બતાડ્યાં
એ આંખો અવ કટ્ટર?
જે દીવે જગમાયા પરખી
એને શું તરછોડું? –
જે માટીમાં અવાજ ઊઠે,
જે માટીથી તેજ;
જે માટીએ ઝમી ઝમીને
પાયાં અઢળક હેજ;
તે માટીનાં ફૂલ આપણે,
એને કેમ વખોડું? –
૨૧-૪-૧૯૯૯
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૨૮)