શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૦. કેમ ઊગરશે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૦. કેમ ઊગરશે?|}} <poem> જળને માને જાળ, માછલી કેમ ઊગરશે? તરવું જે...") |
(No difference)
|
Revision as of 13:21, 9 July 2022
૭૦. કેમ ઊગરશે?
જળને માને જાળ, માછલી કેમ ઊગરશે?
તરવું જેને તાણ, પાર તે કેમ ઊતરશે? –
જળના ઝીણે તેજ ન જેનાં લોચન ઝબકે,
જળને ઝીણે ગાન ન જેનું હૈયું ધબકે,
કાંઠા ભણી સુકાન,
માછલી તે શું કરશે? –
જળનાં ભર્યાં ઊંડાણ નહીં આકર્ષે જેને,
મોતી-રસ્યા ઉઘાડ, નથી ત્યાં વસવાં જેને,
વમળે જે વમળાય,
માછલી ક્યાં તે ઠરશે? –
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૩૦)