શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૨. અંદર એવાં મળ્યાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૨. અંદર એવાં મળ્યાં...|}} <poem> અંદર એવાં મળ્યાં, આપણે મધરું મધ...") |
(No difference)
|
Revision as of 13:25, 9 July 2022
૭૨. અંદર એવાં મળ્યાં...
અંદર એવાં મળ્યાં,
આપણે મધરું મધરું ગળ્યાં! –
ખીણ–ખડક ના કશુંય આડે,
ડુંગર તે સૌ દળ્યા!
આઘેનાં તે ઓરાં આવી
ભીતર મારે ભળ્યાં!
ઝરમર ઝરમર ઝમતા કેવા
જીવ મળ્યા – ઝળહળ્યા! –
રગે રગે શગ રચે આરતી,
આંખે યમુના છલ્યાં!
શ્વાસે શ્વાસે બજે બાંસુરી,
અંતરમાં વ્રજ વળ્યાં!
ઘટમાં ગોરસ એવાં ઊભર્યાં!
ફોડનારને ફળ્યાં!
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)