શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૬. બારી ખોલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૬. બારી ખોલી|}} <poem> બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું, વૃક્ષ ઉઘાડી ફૂ...")
(No difference)

Revision as of 13:38, 9 July 2022

૭૬. બારી ખોલી


બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)