શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧
૨
૩
૪
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી|}} <poem> <center>'''૧'''</center> આકાશનાં મોતી તો...") |
(No difference)
|
Revision as of 11:46, 11 July 2022
૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.
શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!
નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!
અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)