સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/‘લોડણ ચડાવે લોય’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘લોડણ ચડાવે લોય’|}} {{Poem2Open}} શીખલકૂબાનાનેસમાં સવાર પડતાં તો ર...")
 
No edit summary
 
Line 49: Line 49:
લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા!
લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સાવજ ન મરાય
|next = સાચો વેજલકોઠો
}}

Latest revision as of 11:02, 12 July 2022


‘લોડણ ચડાવે લોય’

શીખલકૂબાનાનેસમાં સવાર પડતાં તો રાત્રિની ભયાનકતાના ઓળા સંકેલાઈ ગયા. નીચાણમાં પહોળે પેટે વહેતી જતી રાવલ નદીનાં પાણી ઉપર ચંપાવરણાં સૂર્યકિરણો કોઈ સિંહણ માતાની છાતી પર નાનાં કેસરી બચ્ચાં રમે તેમ રમવા લાગ્યાં. ઊંડાણમાંથી પાણીની હેલ્ય ઉપાડી વસમા ચડાવ ચડતી એ કંકુવરણી રબારણ બહેનો, સ્ત્રીઓના ઘરકામમાં સહભાગી બની રાવણના માથા જેવડી ગોળીમાં છાશ ઘુમાવી રહેલા રબારી પિતા-પુત્રની જોડલી, અને નેસનાં પાડરુ-વાછરુ સાથે એક જીવ થઈ રમતાં નાનાં ટાબરિયાં — એ તમામે પ્રગટાવેલી પ્રીતિની હવામાં સ્મૃતિ એકાએક ક્યાં પહોંચી? રાવલ નદી કોનાં ગીતો ગાતી ગાતી ચાલી જતી હતી? એક પ્રેમિક યુગલની મૃત્યુ-કથાનાં ગીતો :

સીંદોર ચડાવે સગા, દીવો ને નાળિયેર દોય, (પણ) લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા! [ઓ વહાલા ખીમરા! તારાં બીજાં સગાં તો તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો પ્રગટાવી શ્રીફળ વધેરે છે. પણ તારી પ્રિયતમા આ લોડણ તો પોતાનાં લોહી જ ચડાવી રહી છે.]

ખંભાત ગામનો કોઈ સંઘ દ્વારિકા જાય છે : વચ્ચે આ રાવલ નદીના કિનારા ઉપર કોઈ નેસડા પાસે પડાવ નાખે છે. રાવલિયા નામના એ નેસના નિવાસી આહીરોમાં ખીમરો નામનો યુવક, અને પાદર પડેલા અતિથિઓની લોડણ નામની તરુણ વણિક કન્યા : બંને વચ્ચે ગીરની નદીને તીરે મમતા બંધાઈ ગઈ. સંઘે તો મુકામ ઉપાડ્યા. પણ લોડણના દિલના ડેરા-તંબુ નથી ઊપડી શકતા. ઓ ખીમરા! મને જવા દે! ખીમરો રડી પડે છે! આહીરનો બાલક બોલી શકતો નથી.

ખીમરા, ખારો દેશ, મીઠાંબોલાં માનવી, વળનાં વિસામો લેશ, ખોટી કર મા, ખીમરા! [ઓ ખીમરા! મેં નહોતું જાણ્યું કે આવા ખારા પ્રદેશમાં તારા જેવાં મીઠાંબોલાં માનવી વસતાં હશે. પણ આજ તો મને રજા દે. હું પાછી વળતાં જરૂર રોકાઈશ.]

પણ ખીમરાનાં આંસુ અટકતાં નથી, એ વનવાસીએ, એ દૂધના ઝાડવા જેવા ગીરનિવાસી ભોળા આહીર બચ્ચાએ આજે પહેલી જ વાર — કાદમ્બરી માંહેલા કોઈ પુંડરીકની પેઠે — અન્ય અજાણ્યા માનવી તરફ પોતાનું આત્મ-સમર્પણ અનુભવ્યું. એ ચોધાર રડે છે :

રો મા, રાવલિયા! ખારે આંસુડે, ખીમરા; વીશ દા’ડાનો વદાડ, આઠે દા’ડે આવશું.

‘તું ન રો! હું આઠ જ દિવસમાં પાછી વળીશ’ એમ કહીને લોડણ ગઈ. પણ દ્વારકાના દેવળમાં સૂતાં સૂતાં, રાત્રિને અંધારે એને અમંગળ શકુનો થયાં :

આજુની અધરાત, બે બે પંખી બોલિયાં વાલ્યમ તારી વાત, ખોટી હોજો, ખીમરા! [ઓ પ્રીતમ! આ પંખીની ભાષા તો આજની મધરાતે કોઈ પ્રિયજનનું મૃત્યુ સૂચવી રહેલ છે. હે ખીમરા! તારે પક્ષે એ વાત ખોટી જ પડજો! ભલે એને બદલે મારા સગા ભાઈ ઉપર એ સંકટ ઊતરે.]

દ્વારકાને મંદિર સ્વપનું લાધ્યું, સગા! સાચું સગે વીર (પણ) ખોટું તુંથી, ખીમરા!

આ મૉતનું સ્વપ્નું સગા વીરને પક્ષે સાચું પડજો, તને પ્રભુ બચાવી લેજો! એવી અમંગળ શંકા લઈને લોડણ પાછી વળી છે. એ જ રાવલ નદી : એ જ ઊંચો કિનારો. ને એ જ નાનું નેસડું : પાદરમાં નવો, તાજો, સિંદૂરે ત્રબકતો પાળિયો ઊભો છે : ઓળખ્યો : આખી કથા જાણી : અરે બાઈ! ખીમરો તો તરફડીને મરી ગયો. એને કોઈનો વિજોગ બહુ લાગ્યો હતો : એ સાંભળતાં તો લોડણના વિલાપે વગડો ગજાવી મૂક્યો :

મારગ કાંઠે મસાણ, ઓળખેલ નૈ આયર તણાં; ઉતારીને આરસપાણ, ખાંભી કોરાવત, ખીમરા!

ઓ ખીમરા! માર્ગને કાંઠે જ તારાં મૃત્યુ થશે એવું જાણ્યું હોત તો તો હું આરસપહાણમાંથી તારો પાળિયો ઉતરાવી મગાવત. હવે તો —

ઘોડાળા, જાવને ઘેર, (અમે) પળતાં પાળાં પૂગશું; રે’શું આજુની રાત, (તારી) ખાંભી માથે, ખીમરા.

જીવતાં જેને તજી શકે તેને મૃત્યુ પછી ન તજાયું, કેમ કે લોડણને તો આજે સાચા મૃત્યુંજય સ્નેહનો અનુભવ થયો :

ખીમરા, મોટી ખોટ, માણસને મરવા તણી, બીજી લાખ કરોડ, (પણ) ઇ જેવી એકોય નહીં!

એવા સમર્પણને સંભારતી પરજાતીલી પરદેશણે ગીરની વચ્ચે ખીમરાની ખાંભી ઉપર જ પોતાનાં રુધિર ચડાવી દીધાં : લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે, ખીમરા!