શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝાડ રે ઝાડ!: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાડ રે ઝાડ!|}} <poem> ઝાડ રે ઝાડ! તું ઈશ્વરનો પાડ! તારાં માટીમાં...") |
(No difference)
|
Revision as of 12:21, 12 July 2022
ઝાડ રે ઝાડ!
ઝાડ રે ઝાડ!
તું ઈશ્વરનો પાડ!
તારાં માટીમાં મૂળ,
તારે ડાળ ડાળ ફૂલ.
તારું થડ છે ટટાર,
તારે પાંદડાં અપાર.
તને મીઠાં ફળ થાય,
બધાં હોંશભેર ખાય.
તું ધરતીનું બાલ,
તને કરતાં સૌ વ્હાલ.
ઝાડ રે ઝાડ!
તારો દુનિયા પર પાડ!