શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝરમર ઝરમર વરસું છું…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝરમર ઝરમર વરસું છું…|}} <poem> ઝરમર ઝરમર વરસું છું, વાદળ છું, ઝળ...")
(No difference)

Revision as of 12:21, 12 July 2022

ઝરમર ઝરમર વરસું છું…


ઝરમર ઝરમર વરસું છું, વાદળ છું,
ઝળહળ ઝળહળ ઝળકું છું, વાદળ છું.

ફડ ફડ ફડ ફડ ઊડું છું, વિહંગ છું,
સડ સડ સડ સડ સ્હેલું છું, પતંગ છું.

સર સર સર સર સરકું છું, ઢાળ છે.
થર થર થર થર થથરું છું, ટાઢ છે.

છલક છલક રસ છલકું છું, સવાર છે,
મરક મરક હું મલકું છું, બહાર છે.

ખડ ખડ ખડ ખડ ખખડું છું, ખોળી છું,
ગડ ગડ ગડ ગડ ગગડું છું, ગોળી છું.

મઘ મઘ મઘ મઘ મ્હેકું છું, ફૂલ છું,
ઝલમલ ઝલમલ ઝૂલું છું, ઝૂલ છું.

ઝગમગ ઝગમગ ઝબકું છું, રાત છું,
ડગમગ ડગમગ ચાલું છું, ચાલ છું.

ટગર ટગર હું તાકું છું, પ્યારું છે.
થનક થનક થેઈ નાચું છું, સારું છે.