શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/આવ્યાં અમે: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવ્યાં અમે|}} <poem> ડ્રાંઉં ડ્રાંઉં દેડકાં, આવ્યાં અમે; કૂદવા...") |
(No difference)
|
Revision as of 12:22, 12 July 2022
આવ્યાં અમે
ડ્રાંઉં ડ્રાંઉં દેડકાં, આવ્યાં અમે;
કૂદવાનો દાવ તે બતાવો તમે.
મ્યાઉં મ્યાઉં બિલ્લી, આવ્યાં અમે;
ચાતુરી ચાલ તે બતાવો તમે.
ઘૂ ઘૂ કબૂતર, આવ્યાં અમે;
ભોટભાઈ ભોળા બતાવો તમે.
ચીં ચીં ઓ ચકલી, આવ્યાં અમે;
કજિયાળી કાકી બતાવો તમે.
બેં બેં ઓ બકરી, આવ્યાં અમે;
બીકણની પૂંછડી બતાવો તમે.
હાઉવાઉ ડાઘિયા, આવ્યાં અમે;
કોણ કોણ આપણાં બતાવો તમે.
કૂકડે રે કૂક, કોણ? કૂકડા તમે?!
રમવા સમયસર આવ્યાં અમે.
કીડી કે બાઈ, નહીં બોલ્યાં તમે,
તમને પણ રમવામાં રાખશું અમે!