શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/થાય?: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|થાય?|}} <poem> તડકાનું મા ઝભલું થાય? ચાંદરણાની ચાદર થાય? વાદળના...") |
(No difference)
|
Revision as of 12:24, 12 July 2022
થાય?
તડકાનું મા ઝભલું થાય?
ચાંદરણાની ચાદર થાય?
વાદળના ઓ પૉલ ઘણા;
એમાંથી શું તાર વણાય?
ઝાકળ અમને ઘણું ગમે;
એનાં તગતગ મોતી થાય?
ભૂરું ભૂરું આભ ગમે;
આભ અમારી આંખો થાય?
ઝરણું રૂમઝૂમ ઝણકે છે;
એ ઝરણાંનું ઝાંઝર થાય?
સરવર મીઠું ચમકે છે;
એ ચમકારે સવાર થાય?