શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/છોકરાં રે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છોકરાં રે!|}} <poem> છોકરાં રે! ઓ…રે! સૂતાં છો કે જાગતાં? જાગતાં!...")
(No difference)

Revision as of 12:44, 12 July 2022

છોકરાં રે!


છોકરાં રે!
ઓ…રે!

સૂતાં છો કે જાગતાં?
જાગતાં!
બેઠાં છો કે ચાલતાં?
ચાલતાં!
ચાલતાં કે દોડતાં?
દોડતાં!
દોડતાં કે કૂદતાં?
કૂદતાં!
કૂદતાં કે નાચતાં?
નાચતાં!
ખૂબ ખૂબ નાચજો
અમનેયે નચાવજો.

*