શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/હું તો ચાલું મારી જેમ!: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું તો ચાલું મારી જેમ!|}} <poem> પપ્પા ચાલે સાવજ જેમ, કાકા ચાલે ક...") |
(No difference)
|
Revision as of 15:21, 12 July 2022
હું તો ચાલું મારી જેમ!
પપ્પા ચાલે સાવજ જેમ,
કાકા ચાલે કૂકડા જેમ,
મમ્મી ચાલે ઝરમર જેમ,
હું તો ચાલું મારી જેમ!
મામા ચાલે હાથી જેમ,
માસા ચાલે મર્કટ જેમ,
બાંધવ ચાલે કલકલ જેમ,
હું તો ચાલું મારી જેમ!
ઉમેશ ચાલે ઊંટની જેમ,
સુરેશ ચાલે સસલા જેમ,
બ્હેની ચાલે ફરફર જેમ,
હું તો ચાલું મારી જેમ!
બીના ચાલે બિલ્લી જેમ,
હીરા ચાલે હંસી જેમ,
ઈશ્વર ચાલે સૌની જેમ,
હું તો ચાલું મારી જેમ!