શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/જો —: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> નાની નાની નારંગી; નારંગી જો જાડી થાય,...") |
(No difference)
|
Revision as of 15:25, 12 July 2022
દોડે – કૂદે – ઊડે
નાની નાની નારંગી;
નારંગી જો જાડી થાય,
રાતો આભે ચાંદો થાય!
હળવા હળવા રૂના પૉલ,
પૉલ હવામાં ઊડતા જાય,
ધોળાં ધોળાં વાદળ થાય!
તડ તડ તડ તડ તણખા થાય;
એ તણખા જો ઊંચે જાય,
આભે તગ તગ તારા થાય!
બાળકના હસવાની છોળ;
ઊછળતી જો આભે જાય,
ગુલબી ગુલબી સવાર થાય.