શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ગોળ ગોળ ગોળ: Difference between revisions
Jump to navigation
Jump to search
*
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગોળ ગોળ ગોળ|}} <poem> ‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ! દડી-દડા...") |
(No difference)
|
Revision as of 15:33, 12 July 2022
ગોળ ગોળ ગોળ
‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ!
દડી-દડા ઊછળતાં દોડે ગોળ ગોળ.
ભમ ભમ ભમે ભમરડો, ગોળ ગોળ ગોળ,
ચાકે ચડી ચકરડી ચાલે ગોળ ગોળ.
પવને ફરે ફરકડી: ગોળ ગોળ ગોળ,
પાટે વાટે દોડે પૈડું ગોળ ગોળ.
ઘુમાવે ચગડોળ, ગોળ ગોળ ગોળ
કૂવે રેંટ ચાલે, તે પણ ગોળ ગોળ.
સમય સરે ઘડિયાળે: ગોળ ગોળ ગોળ,
બળદ ખેંચતા ઘાણી ઘૂમે ગોળ ગોળ.
નવે ગ્રહોની માળા: ગોળ ગોળ ગોળ,
એમ જ રાસલીલા પણ રમાય ગોળ ગોળ.
મીંડા જેવો હુંયે લસરું ગોળ ગોળ ગોળ,
ફેરફુદરડી ફરતાં દેખું સઘળું ગોળ ગોળ.