શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૭. માછલી જ બાકી?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. માછલી જ બાકી?|}} <poem> આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = IV. કવિતા – ગગન ખોલતી બારી (૧૯૯૦) | |||
|next = ૩૮. આ ઝાડ જુઓ ને... | |||
}} |
Latest revision as of 09:26, 14 July 2022
૩૭. માછલી જ બાકી?
આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?
હોડીના હાંકનાર ખોવાયા હોડીમાં,
ખોવાયાં હાથમાં હલેસાં;
દરિયાના શ્વાસ બધા સઢમાં શોષાઈ ગયા,
ખડકો તે લોઢને ગળે શા!
દરિયાને ઝાલતાં જ તુંયે ઝલાય મહીં,
એવી આ જાળ કેમ રાખી? —
કોને તે બેટ જઈ ઝળહળતા સાહસના
દેવા’તા તારે સંકેત?
જાળ મહીં આવેલા દરિયે તો દેખ,
કેવી તળિયાની કોરીકટ રેત?
તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું?
દરિયે કઈ માછલડી તાગી
કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)