અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/રસજયોત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક જ્વાલા જલે તુજ નેનનમાં, {{space}}રસજ્યોત નિહાળી નમું, હું નમું; એક વ...") |
(No difference)
|
Revision as of 13:19, 21 June 2021
એક જ્વાલા જલે તુજ નેનનમાં,
રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
રસજ્યોત નિહાળી નમું. હું નમું.
મધરાતના પહોર અઘોર હતા,
અન્ધકારના દોર જ ઑર હતા,
તુજ નેનમાં મોર ચકોર હતા;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
અહા! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં — ઊછળ્યાં,
અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
દૃગબાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મન્ને ઓળખ્યો;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)