શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૬. આવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. આવ|}} <poem> આ સમય ખૂલ્યો ને અંતર ખૂલ્યું, આવ, સખીરી! આવ; આ ઊપડ્...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૬૪)}}
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૬૪)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫. જેને માની અંદર
|next = ૪૭. તારું મધમીઠેરું મુખ
}}

Latest revision as of 09:49, 14 July 2022

૪૬. આવ


આ સમય ખૂલ્યો ને અંતર ખૂલ્યું,
આવ, સખીરી! આવ;
આ ઊપડ્યો પડદો, દુનિયા ઊઘડી,
આવ, ખેલવા આવ. –

આ અક્ષર અક્ષર મોતી ચમકે,
છલકે નરી કવિતા,
આ ઝરમર ઝરમર મન-માટીમાં
લીલપ સ્રવે સવિતા;
આ ઊડતાં પંખી પંખ પસારી,
આવ, ટહુકતી આવ. –

આ મનથી ઊછળ્યાં, આભે ઊભર્યાં,
ઝળહળ ઝળહળ તેજે,
આ પગલે પગલે રણક્યાં ગુપચુપ,
ઊઘડ્યાં અઢળક હેજે;
આ નીકળ્યા લઈને એવી વસ કે
આવ, લૂંટવા આવ. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૬૪)