શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૨. સાદ કર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૨. સાદ કર|}} <poem> એ જ તારામાં હશે, તું સાદ કર; ખીણ તેથી શું? શિખર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | {{Right|(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬૧. નીકળ્યો! | |||
|next = VI. કવિતા – શગે એક ઝળહળીએ (૧૯૯૯) | |||
}} |
Latest revision as of 08:48, 15 July 2022
૬૨. સાદ કર
એ જ તારામાં હશે, તું સાદ કર;
ખીણ તેથી શું? શિખરને સાદ કર!
જિંદગી ખારા જલે ખોવાય ના,
ક્યાંક તારો મેહુલો, તું સાદ કર.
આટલા અંધારમાંયે એ જડે,
એક દીવા જેમ તુંયે સાદ કર.
ક્યાં સુધી એકાન્ત અંદર વેઠવું?
આયનાના આદમીને સાદ કર.
એ જ આવી છાંયડે લ્હેરી જશે,
ભરબપોરી ડાળ પરથી સાદ કર.
આટલામાં ક્યાંક એ ર્હે છે ખરો!
બારીએ ડોકાય એવો સાદ કર.
પોતીકું જે તે તરત પામી લિયે,
મૂળમાં ઊતરી ઊંડેથી સાદ કર.
(એક ટહુકો પંડમાં, ૧૯૯૬, પૃ. ૧૧૧)