અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/સૂના આ સરોવરે આવો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સૂના આ સરોવરે આવો, {{space}}ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો; જૂનાં એ ગીતને જ...")
(No difference)

Revision as of 13:22, 21 June 2021

સૂના આ સરોવરે આવો,
         ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
         ઓ રાજહંસ! સૂના આ સરોવરે આવો;
ક્યાં શુભ્ર માનસર? ક્યાં અમ રંક આરો?
ક્યાં પુણ્યશ્વેત વપુ? ક્યાં ગિરિ આ અમારો?
ઓ દેવપંખી! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.
         લીલા લહેકંત કાંઈ કંઠે મજાના,
         સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં,
         અમારાં નીર આ સુહાવો,
                  ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો,
         હૈયાને સરોવર આવો,
                  ઓ રાજહંસ! હૈયાને સરોવરે આવો.