શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૭૨. અંદર એવાં મળ્યાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૨. અંદર એવાં મળ્યાં...|}} <poem> અંદર એવાં મળ્યાં, આપણે મધરું મધ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)}} | {{Right|(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭૧. આ માટીમાં | |||
|next = ૭૩. તું ઊંડાણમાંથી આવે | |||
}} |
Latest revision as of 09:16, 15 July 2022
૭૨. અંદર એવાં મળ્યાં...
અંદર એવાં મળ્યાં,
આપણે મધરું મધરું ગળ્યાં! –
ખીણ–ખડક ના કશુંય આડે,
ડુંગર તે સૌ દળ્યા!
આઘેનાં તે ઓરાં આવી
ભીતર મારે ભળ્યાં!
ઝરમર ઝરમર ઝમતા કેવા
જીવ મળ્યા – ઝળહળ્યા! –
રગે રગે શગ રચે આરતી,
આંખે યમુના છલ્યાં!
શ્વાસે શ્વાસે બજે બાંસુરી,
અંતરમાં વ્રજ વળ્યાં!
ઘટમાં ગોરસ એવાં ઊભર્યાં!
ફોડનારને ફળ્યાં!
(ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૮૦)