અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન! ફૂલડાંકટોરી ગૂંથી લાવ. {{space}}જગમ...") |
(No difference)
|
Revision as of 13:39, 21 June 2021
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણીરે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)