શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૭. અગિયાર અમેરિકી કાવ્યોમાંથી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૭. અગિયાર અમેરિકી કાવ્યોમાંથી|}} <poem> <center>'''૧. નાયગ્રા'''</center> જલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 129: | Line 129: | ||
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૯)}} | {{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯૬. અગિયાર બ્રિટન-કાવ્યોમાંથી | |||
|next = ૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી | |||
}} |
Latest revision as of 10:05, 15 July 2022
જલના ધસમસ પ્રવાહમાં
ખેંચાઈ આવતું આકાશ,
શિલાઓ ઉપર પછડાતું,
પરપોટાનાં પીંછાંઓમાં વીખરાતું – પથરાતું,
સપ્તરંગી ફરફરતી ઝાંયથી
આસપાસના અવકાશને રસતું,
મારી હસ્તીમાં ઢાળેલા આકાશને ઉઘાડવા,
મારી માટીમાં પચેલા જલસ્રોતોને ખોલવા,
મારા પ્રાણમાં પોઢેલ પવનને ઉત્તેજવા,
મારામાંની આગને ઉશ્કેરવા,
સીધું મને લલકારે છે!
મારી માટીના કણેકણને
જલના બુંદેબુંદમાં એકરસ કરી દેવાનો એનો ઉન્માદ
હચમચાવે છે મને મૂળિયાંમાંથી.
ધોધ કંઈ ઝીલવાનો હોય?
ધોધની સામે તો ધોધ થઈને ધસવાનું હોય!
જલના પારસસ્પર્શે મારા મનનેય થવું છે જલમય!
શરીર ભલે ને ખડું ખડું તમાશો
જોયાં કરે પેલે તીરે!
મન તો મત્ત માતંગ થઈ,
છોળો ઉડાડતું,
વળી વળીને ઓ ધુબાકા મારે પણે –
એ ભેખડેથી, ઓ ભેખડેથી!
હજાર હજાર ધારાઓમાં એક ધારા મારીયે ખરી જ!
એ ધારા પણ
ભીતરની ભેખડોને ભાંગતી,
માટીમાંથી ઉઠાડે છે – ઉપાડે છે – ઉછાળે છે
મને આકાશ પ્રતિ!
આકાશે ચડીને – અડીને
મારે તો વહેતા થવું છે અહીં જ,
જલના ધરામસ પ્રવાહમાં
ને ઊછળવું છે ધરતીની છાતી પર બિનધાસ્ત!
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૧૬)
મારી રગોના રક્તમાં વહે છે
ગંગા યમુના ને સરસ્વતી;
મારી આંખોના ઊંડાણમાં
લહેરે છે દાલ, પુષ્કર ને ચિલિકા
મારા કર્ણવિવરમાં ગોરંભાય છે
‘ધમ્મં શરણં ગચ્છામિ’ના ઘોષ
અજંતા ને ઇલોરાના!
મારા મસ્તક પર હિમાલયની
ઝળહળતી બરફીલી સ્ફટિકરેખા
મારી કટિ પર ઝળહળતી
વિંધ્યાચળની મણિમેખલા!
મારા એક હાથે લહેરાય
મારા ઉત્તરીયનો પશ્ચિમાંચલ;
મારા અન્ય હાથે લહેરાય
તેનો પૂર્વાંચલ!
નીલી-લીલી પાંખોએ
ઊડતી મારી છાયા!
મારી હથેલીઓમાં ઝળહળતાં
તાજ ને તિરુપતિ!
મારા હોઠે ઊછળતી
મંત્રવાણી વેદોપનિષદની!
મારા ચરણોમાં ઝણકતી
ત્રણ ત્રણ સમુદ્રોની સંગમવાણી!
હું ચાલું છું અમેરિકાના આ સરિયામ રસ્તે
ઉત્સાહથી ને સ્નેહથી!
તમે મારાં થનગનતાં તાલબદ્ધ પગલાં જોયાં?
તમને મારાં પગલાંમાં દેખાય છે ને રેખાઓ
ગુજરાતની ને ભારતની?
હું કંઈ એકલો નથી,
હું અહીંયાં પણ ચાલું છું
ભારત-ભાગ્યવિધાતાની બાંય ઝાલીને!
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૭)
તોતિંગ ખડકોના ચહેરે ચહેરે કંડારાતો
અવકાશનોય ગહનમધુર રમ્યભવ્ય ચહેરો!
કેટલો ખુલ્લો ને કેટલો ખૂબીદાર!
દ્યાવાપૃથિવીના સંબંધસંયોગના
કેટકેટલા મર્મીલા ને મૂલ્યવાન અર્થો,
ઊતરતા-તરતા ઊપસી આવ્યા છે
ખડકોના કઠોર-કઠિન ચહેરા પર,
પ્રસન્નતાની મૃદુલ-મધુર માસૂમિયત-ભરી
નાજુક-નમણી રેખાઓમાં!
ઓ અવકાશી બુલંદીનાં બીજ,
ઓ અવકાશી ઊંચાઈનાં મૂળિયાં,
કોની તેજોમય કરાંગુલિએ
આરોપાતાં રહે છે આ ખડકીલા ધરતીના
ઉન્નત-ઉત્કટ ચાસોમાં!
ખડકોની ધારે ધારે પોતાના તીણા નહોર ખૂંપાવીને
ઝૂમતા ઝળૂંબતા અવકાશનો ફરફરાટ
ખડકોના પથરાળ પટલ પર
તડકી-છાંયડીની નકશીદાર સળવળમાં!
કૅમેરાની ચપટીમાં આવે નહીં એવું,
આંખોની અંજલિમાં ઝિલાય નહીં એવું,
મય દાનવનેય ભુલાવામાં ભમાવી દે એવું,
આ જે ખડકીલા સ્થાપત્યનું સૌંદર્ય-શિલ્પ
કેમ એનો પામી શકાય પાર
કેમ એનો કાઢી શકાય તાગ,
આ ટચૂકડી આંખોની કોડીઓથી?
ઇન્દ્રની હજાર હજાર આંખોય ઓછી પડે!
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં અર્જુનને જે કરાવેલું વિશ્વરૂપદર્શન
તેનો જ એક મહાખંડ પ્રતિબિંબિત અહીં
ઍરિઝોનાના આ પાષાણી પારાવારામાં!
કદાચ ધરતી પરથી સદેહે સ્વર્ગમાં પૂગવાનાં
પગથિયાં પર, ઉંબરા પર
આપણે ખડાં છીએ;
સૂરજનું તાળું
ને ચાંદાની સાંકળ ખૂલે
એટલી જ વાર…
પ્રકૃતિ-પુરુષનું અંતઃપુર પે…લી…
ગગનભેદી પહાડીની પછવાડે જ છે!…
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૯)