શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૯. અગિયાર મિસર-કાવ્યોમાંથી|}} <poem> <center>'''૧. મિસરની આ ભોમ'''</center> મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
{{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)}} | {{Right|(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૯૮. અગિયાર આફ્રિકી કાવ્યોમાંથી | |||
|next = XI. કવિતા – ચિદાકાશનાં ચાંદરણાં (૨૦૧૨) | |||
}} |
Latest revision as of 10:06, 15 July 2022
મિસરની આ ભોમ :
પેપિરસનો પાથરેલો એક વિશાળ પત્ર-પટ!
હથેલીમાં જેવી જીવનરેખા કે ભાગ્યરેખા,
નાઈલની એવી પ્રસન્નગંભીર ચારુ ચમકતી
ગાઢી જળરેખા!
બદામી ભૂમિસાગરમાં નીલો એક શેરડો જાણે!
એ પત્ર-પટમાં ઊઘડેલી, અક્ષરલિપિ આકાશની!
તેજે તબકતાં સરોવરનેત્રોનાં આકર્ષક તારક-ચિહ્નો!
તામ્ર-ગૌર દેહે શ્યામલ તલ સમા
રણદ્વીપોનાં રમણીય વિરામ-ચિહ્નો!
અલ્લાતાલાના અવાજનો અંદાજ આપતાં જાણે
ચિત્રાંકિત લિપિ-ચિહ્નો!
સૂર્ય-ચંદ્ર-ગ્રહાદિનાં પદ-પગલાંની ગહન છાપ ઉપસાવતા
અહીંતહીં દેખાતા કુદરતી પિરામિડો-શા પહાડી વિસ્તારો!
કોઈ નિગૂઢ શક્તિના યંત્ર સમી,
કોઈ સંકુલ ચિત્તના તંત્ર સમી,
કોઈ અગમ પ્રેરણાના મંત્ર સમી,
મિસરની ખમીરવંતી ખામોશીને
આંતરચક્ષુએ નીરખવા,
આંતરશ્રવણે પરખવા,
એકાગ્ર કરવા મથું છું મારી સંવેદનાને
આ સ્થળકાળના અક્ષરબિન્દુ પર
– આ ઘઉંવર્ણી ધરતીના નાભિકેન્દ્ર પર!
૧૮-૧૧-૨૦૦૭
૨૪-૧૧-૨૦૦૭
(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૫૨)