શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/‘ધૂળમાંની પગલીઓ’ (૧૯૮૪)માંથી અંશો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘ધૂળમાંની પગલીઓ’ (૧૯૮૪)માંથી અંશો|}} {{Poem2Open}} આજે સવારે એક સામ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 59: Line 59:

{{Right|૧૩-૮-૮૨}}
{{Right|૧૩-૮-૮૨}}

<center>—</center>
<center>—</center>
આજે હું કંજરીમાં નથી, કર્ણાવતીમાં – અમદાવાદમાં છું. અમદાવાદના માથેય આકાશ તો છે, પરંતુ પેલું કંજરીનું નહીં. આજનું મારું આકાશ તો ડહોળાયેલું છે, એ પેલા ઠાકોરજીની ચાંદીની ઝારીમાં ભરેલા યમુનાજલ જેવું સ્વચ્છ નથી. મારી અંદરના ને બહારના કંઈક ગરબડગોટાઓથી એ ખરડાયેલું છે. પેલા કંજરીના આકાશની તો વાત જ જુદી!

Line 194: Line 196:
આ ‘ઋણાનુબંધ’ સાચે જ અદ્ભુત શબ્દ છે. કઈ વસ્તુઓ આપણને આપણી સાથે, આસપાસનાં સાથે બાંધી રાખે છે – જોડે છે? કેમ બાંધી રાખે છે? કોઈ હક કરીને હૃદયમાં વસે છે, કોઈ સ્મરણમાં કે કલ્પનામાં વસે છે, કોઈ તમારે માટે થઈને જીવનભર તમારા ઘરમાં વસે છે. જે નહોતું તે તમારું થતું તમારી પાસે આવે છે. તમારા શબ્દમાં એ તમને મળે છે. શું છે આ બધું? ભ્રાંતિ, બેવકૂફી, ચમત્કાર, ઇલમ, સાક્ષાત્કાર જે કંઈ હોય, આ મસાલા વગર મારા હોવાપણામાં સ્વાદ જ ન આવત. કદાચ, આજે તો તકલીફો છતાં, દોંગાઈ ને દંભના દેમાર અનુભવો છતાં મારી ઇમારત સલામત છે. એ ઇમારતમાં રહેનાર પણ ખુશહાલ છે. એના હાથમાં જામ છે ને તેય છલકાતો. આંસુ છે, શરાબ છે, શરબત છે કે અમૃત? બધું જ છે, મહેરબાન, બધું જ. એક જ ઘૂંટ ને ફરી વળો એના નશામાં, ઘટમાં ને ઘૂંઘટમાં, શબદમાં ને સુરતામાં. નથી તો કશું નથી, છે તો ઘણું છે, મારી કને, મીન જેમ સળવળતા મારા શબ્દ કને — ‘શબદ’ કને!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = XXV. સંસ્મરણો
|next = કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનું ગદ્ય : વાણીનું સત
}}
26,604

edits