કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨. વરસાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. વરસાદ|}} <poem> વરસાદ વરસ્યો. યાદ આવી એમની, ને વળી સાથે વિતાવે...") |
(No difference)
|
Revision as of 16:38, 16 July 2022
૨. વરસાદ
વરસાદ વરસ્યો.
યાદ આવી એમની,
ને વળી
સાથે વિતાવેલા મધુર સંસારની,
ને અચાનક
જિંદગાનીનાં સુહાનાં સોણલાં
નષ્ટ કરીને
એમને લઈને જતા અંધારની,
ને
જુદાઈના ભરેલા ભારની.
વરસાદ વરસ્યો
વિસ્મૃતિનો એક કેવળ હતો ટેકો, ખસ્યો.
ને
અમારું ઘર પડ્યું.
(આકૃતિ, પૃ. ૫)