કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪. ચોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. ચોર|}} <poem> ખખડ્યાં પર્ણ, ઘડી ઝોકે ચઢેલું રાતરાણી – ફૂલ ઝબક...")
 
(No difference)

Latest revision as of 12:08, 17 July 2022

૪. ચોર


ખખડ્યાં પર્ણ,
ઘડી
ઝોકે ચઢેલું
રાતરાણી – ફૂલ
ઝબક્યું.
જાગ્યો સાદ
ઊંડોઃ
’ચોર’!
પવન
મધરાત લઈ ચાલ્યો
ગયો.
(આકૃતિ, પૃ. ૭)