કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૬. મેં પીધું...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૬. મેં પીધું...|}} <poem> {{Space}}મેં પીધું ને તેં ઢોળ્યું {{Space}}હું ને ત...")
(No difference)

Revision as of 15:07, 17 July 2022

૨૬. મેં પીધું...


         મેં પીધું ને તેં ઢોળ્યું
         હું ને તું ઉત્તર, દખ્ખણ.
         અજવાળું અજવાળું છે
         ઓળખીએ ઊછળતી ક્ષણ.
         અધવચ્ચે કાપ્યો રસ્તો
         પૂછું તો શું પૂછું પણ?
         લાગે છે સાદી સીધી
         પણ ઊંડી ઊતરે છે ક્ષણ.
         એક અગાસી એમ જ છે
         ને એમાં ઊભેલું જણ.
૨૯-૦૨-૮૩
(અગિયાર દરિયા, પૃ. ૧૭)