કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૭. કશું હોય ના...: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. કશું હોય ના...|}} <poem> {{Right}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું, {{Right}}...")
(No difference)

Revision as of 15:10, 17 July 2022

૨૭. કશું હોય ના...


style="text-align:right"|કશું હોય ના ત્યાં ઘણું દેખવું,
style="text-align:right"|અમારું નસીબ છેઃ સતત વેઠવું.
style="text-align:right"|પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ
style="text-align:right"|છે સુંદર ને અઘરું ગગન ઠેકવું.
style="text-align:right"|ઘણી વાર ઊંઘું તો લાગે મને,
style="text-align:right"|કે ઓશીકે આખું જગત ટેકવું.
style="text-align:right"|એ આંખો ને દૃશ્યોનો આભાર છે,
style="text-align:right"|જે દેખાય એથી અલગ લેખવું.
style="text-align:right"|એ સાચું કે ઘરમાં જવાયું નહીં,
style="text-align:right"|ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું.
style="text-align:right"|બનાવું છું અંધારને આંગળી,
style="text-align:right"|ને દીવા વગરની ઝબક પેટવું.
style="text-align:right"|પ્રસંગો બધાયે કડીબદ્ધ છે,
style="text-align:right"|કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’.
૬-૦૪-૮૪
(અગિયાર દરિયા, પૃ. ૨૧)