કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૯. તેડાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. તેડાં|}} <poem> મોરલાનાં નોતરાં આવ્યાં ઓ મેઘરાજ! વર્ષાને મોક...") |
(No difference)
|
Revision as of 11:51, 18 July 2022
૯. તેડાં
મોરલાનાં નોતરાં આવ્યાં
ઓ મેઘરાજ!
વર્ષાને મોકલો.
આઠ-આઠ માસ રહી આભના પિયરમાં,
સાસરિયાં સામું નથી જોયુંઃ
હોંસભરી વાદળીઓ હીંચતી હુલાસમાં,
ઘૂમે છે વીજ વ્હાલસોયુંઃ
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો.
વનની વનરાઈ ઓલ્યા વાદળિયા દેશમાં
નજરૂં નાખીને કાંઈ જોતીઃ
ઝરણાંએ ગીત ખોયાં ડુંગરની કંદરે,
થાકી એને હું ગોતીગોતીઃ
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો.
વાયુને હૈયે સૂર હલકે મલ્હારના,
ઘનઘન પથરાય વીજજ્યોતિઃ
સાસરને વાટ એને વ્હાલથી વળાવજો,
જગવગડે વેરશે એ મોતીઃ
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો.
ધરણીનાં નોતરાં આવ્યાં
ઓ મેઘરાજ!
વર્ષાને મોકલો.
(સિંજારવ, પૃ. ૬૪)