અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હો રણને કાંઠડલે રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પાછલી તે રાતનાં અજવાળિયાં રે: ચંદનીથી ચીતર્યા સમીરઃ {{space}}હો! રણને...")
 
No edit summary
Line 18: Line 18:
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
{{space}}હો! રણને કાંઠડલે રે.
{{space}}હો! રણને કાંઠડલે રે.
(ન્હાના ન્હાના રાસ-1)
{{Right|(ન્હાના ન્હાના રાસ-1)}}
</poem>
</poem>

Revision as of 16:38, 21 June 2021

પાછલી તે રાતનાં અજવાળિયાં રે:
ચંદનીથી ચીતર્યા સમીરઃ
         હો! રણને કાંઠડલે રે.

પંચાસરે તે પાંચ સરોવરો રે;
પુણ્યપાપ ચીતરેલાં નીરઃ
         હો! રણને કાંઠડલે રે.

ફૂદડીની ભાત ભલી દાખવતાં રે,
આભલાંથી ચીતરેલ વ્યોમઃ
         હો! રણને કાંઠડલે રે.

જાહોજલાલી જૂની ગુજરાતની રે,
ઇતિહાસચીતરેલી ભોમઃ
         હો! રણને કાંઠડલે રે.

રંક અને રાજવીની વાતલડી રે,
દુઃખસુખચીતર્યું અનિત્યઃ
         હો! રણને કાંઠડલે રે.

કાળ કેરા આંકડા ઉકેલતાં રે;
હર્ષશોકચીતરેલું ચિત્તઃ
         હો! રણને કાંઠડલે રે.
(ન્હાના ન્હાના રાસ-1)