પરિભ્રમણ ખંડ 2/જાઈ રૂડી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાઈ રૂડી|}} {{Poem2Open}} વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) મા...") |
(No difference)
|
Revision as of 10:25, 20 July 2022
જાઈ રૂડી
વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં :
જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌને ગમે
આંગણે રમે આઈ[1] ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?
- ↑ આઈ-મા