પરિભ્રમણ ખંડ 2/શબ્દકોશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દકોશ|}} <poem> અગતો = છૂટી, અણોજો અધ્યારુ = અધ્વર્યુ, પુરોહિત...") |
(No difference)
|
Revision as of 12:36, 22 July 2022
અગતો = છૂટી, અણોજો
અધ્યારુ = અધ્વર્યુ, પુરોહિત
અનરાધાર = ખૂબ
આકડો = એ નામનો છોડ
આગરીઘૂઘરી = ઘૂઘરી
આંજરાંપાંજરાં = પાંજરાં
એવાતણ = સૌભાગ્ય
ઓઢ = હોડ
ઓધાન = ગર્ભ
કટમકટા = કટ્ટર
કટૂડિયું = કુલડી
કમખો = સ્ત્રીનું કાપડું
કરડો = વીંટી
કાંસી = કાંસાની બનેલી ઝાલર
કૂર = ચોખાના ભરડેલ લોટનું બાફણું
ખલ = રેશમી કાપડનો ટૂકડો
ખાંડી = ખોડી, લૂલી
ખોડસું = લાકડું
ગરજાં = ગીધ
ગામતરે = પ્રવાસે
ગારગોરમટી = લીંપણની માટી
ગોળીટા = ગોળા
ઘણકો = લક્કડખોદ પક્ષી
જણી = દીકરી
જાઈ = દીકરી
ઝાલ = નાકનું ઘરેણું
ડોયો = ચાટવો
ઢસરડા = વેઠ
ઢાંઢો = બળદ
થાનેલા = સ્તન
દાડી = રોજની મજૂરી
ધનોતપનોત = ખેદાનમેદાન
નકરાં = એકલાં
નેટુ = પારખું
પરવટ = સાડલાનો છેડો કેડે ભરાવી ખોળો કરવો તે
પરિયાણ = (પ્રયાણ) તૈયારી
પાંભરી = ઉપરણી
પેડું = હાંલ્લું
પૈઠીશું = પળશું
પૈઠણ = જમાઈને પહેરામણી
બૂંગિયાં = પ્રચંડ અવાજવાળો ઢોલ
ભળકડું = પરોઢિયું
ભરોટા ઉલાળવા = ઘાસનાં ભરેલાં ગાડાં ગાયોને મોંએ ઠાલવી નાંખવાં
મનખા-દેઈ = મનુષ્યદેહ
મનખો = મનુષ્યોનાં ટોળાં
મરતક આવવાં = મૃત્યુ આવવું
માલીપા = અંદર
મોકળાં = છૂટાં
મોઢવું = છાણાને ગોઠવીને છાણ વતી લીંપીને કરેલો ઢગલો
મોરિયો = ઘડો
રાવળ = મોટો માણસ
રાણ = રાયણ
રેડિયા જેવી = જાડી
રોદળો = ઢીલા શરીરવાળી
વડારણ = રાણીની દાસી
વાવડ = સમાચાર
વિસ્મે = વિસ્મય
વીંછીડા = પગમાં પહેરવાના વીંછિયા
વોકળિયું = મોરપગલાંની ભાત
શેડ્યું = ધારાઓ
સુખડી = મીઠાઈ
સાંઠીકડું = સળીકડું, સાંઠી જેવી
સોરામણ = સગવડ
હડફાં ખૂંદીને = જોશ કરીને
હાંફળીફાંફળી = વ્યાકુળ