અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/મંગલ મન્દિર ખોલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મંગલ મન્દિર ખોલો, {{space}}{{space}}દયામય! {{space}}મંગલ મન્દિર ખોલો,<br> જીવનવન અત...")
 
No edit summary
Line 15: Line 15:
{{space}}{{space}}દયામય!
{{space}}{{space}}દયામય!
{{space}}મંગલ મન્દિર ખોલો!<br>
{{space}}મંગલ મન્દિર ખોલો!<br>
(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)
{{Right|(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)}}
 
</poem>
</poem>

Revision as of 17:36, 21 June 2021

મંગલ મન્દિર ખોલો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
         દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
         શિશુને ઉરમાં લો, લો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરંતર
         શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્યતૃષાતુર આવ્યો બાલક,
         પ્રેમ-અમીરસ ઢોળો,
                  દયામય!
         મંગલ મન્દિર ખોલો!

(સ્મરણસંહિતા, ત્રીજી આ. ૧૯૪૦, પૃ. ૧૩-૧૪)