ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અભિમન્યુનો રાસડો’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અભિમન્યુનો રાસડો’ :''' </span> કંઠસ્થ લોકસાહિત્...")
(No difference)

Revision as of 07:57, 30 July 2022


‘અભિમન્યુનો રાસડો’ : કંઠસ્થ લોકસાહિત્યમાં મળતી આ કથનાત્મક કૃતિ (મુ.) ૫૦ જેટલી કડીએ અધૂરી રહી કથાપ્રસંગો પરત્વે ગુજરાતી આખ્યાન-પરંપરાનું અનુસંધાન જાળવે છે. કૃતિ સુગેય ઢાળોના વૈવિધ્યથી તેમ જ મહત્ત્વના પ્રસંગબિંદુઓને માર્મિક સંવાદો ને પાત્રોદ્ગારોથી બહેલાવી કથાને વેગપૂર્વક આગળ લઈ જવાની લોકકાવ્યની લાક્ષણિક શૈલીથી ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. (કવિ તાપીદાસકૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૨૫; ૨. (કવિ પ્રેમાનંદકૃત) અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૩. ગુજરાતી લોકસાહિત્યમાળા : ૩, સં. મંજુલાલ ૨. મજમુદાર તથા અન્ય, ઈ.૧૯૬૩. [ર.સો.]