ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરકીર્તિ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરકીર્તિ(સૂરિ)'''</span> [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધ...") |
(No difference)
|
Revision as of 08:04, 30 July 2022
અમરકીર્તિ(સૂરિ) [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકીકતે નાગોરી તપગચ્છના રત્નેશખરસૂરિની પરંપરાના હર્ષકીર્તિના ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ.૧૬૨૧માં તેમણે ‘સૌંદર્યલહરીસટીક’ની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત ગ્રંથ ‘યોગચિંતામણિ’ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘છંદકોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યો છે. તેમણે સંસ્કૃતમાં ‘સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે. અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમઋષિપારણું-સઝાય’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. મુપુગૂહસૂચી. [કા.શા.]