ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરરત્ન સૂરિ શિષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરરત્ન(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ...") |
(No difference)
|
Revision as of 09:46, 30 July 2022
અમરરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] :આગમગચ્છના જૈન સાધુ. આંતરયમકવાળા દુહામાં રચાયેલા ‘અમરરત્નસૂરિ-ફાગુ’(મુ.)ના કર્તા. આચાર્ય અમરરત્નસૂરિને ઈ.૧૪૫૭માં સૂરિપદ આપવામાં આવ્યું ત્યારે કે પછી તેમની હયાતીમાં રચાયેલું આ કાવ્ય એ સૂરિનો મહિમા અને પ્રભાવ વર્ણવે છે.અમરરત્નસૂરિના ગુરુ હેમરત્નસૂરિ વિશેનું ૧ ફાગુકાવ્ય મળે છે. તેનાં પદબંધ અને શૈલી આ કાવ્યનાં જેવાં જ છે; તેથી બન્નેના કર્તા એક હોવાની સંભાવના ઊભી થાય છે. જુઓ હેમરત્નસૂરિશિષ્ય. કૃતિ : ૧ પંદરમા શતકનાં ચાર ફાગુકાવયો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. [કી.જો.]