ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરવિજય :'''</span> આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની...") |
(No difference)
|
Revision as of 09:47, 30 July 2022
અમરવિજય : આ નામે મળતી કૃતિઓમાંથી ૭ કડીની ‘ઋષભજિન-સ્તવન’, ‘રત્નપાળ-રાસ’ (લે. ઈ.૧૭૦૬;) અને ‘દશાર્ણભદ્ર-સઝાય’ (લે. ઈ.૧૮૦૨)ના કર્તા કયા અમરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૧૧ કડીની ‘સીમંધરસ્વામી-સ્તવન’(ર. ઈ.૧૭૫૮)ના કર્તા અમરવિજય-૫ હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૦ - ‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, કાંતિસાગરજી; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]