ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમરસિંધુર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] :'''</span> બૃહત્...") |
(No difference)
|
Revision as of 09:50, 30 July 2022
અમરસિંધુર[ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જયસારના શિષ્ય. ‘નવાણુંપ્રકારીપૂજા’(ર. ઈ.૧૮૩૨/સં. ૧૮૮૮, વૈશાખ સુદ ૧૩), ‘પ્રદેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૮૩૬/સં. ૧૮૯૨, કારતક વદ ૬), ‘સોલસ્વપ્ન-ચોઢાળિયાં’, ૬૫ કડીનું ‘કુશલસૂરિસ્થાનનામ ગર્ભિત-સ્તવન’ તેમ જ લે. ઈ.૧૮૩૨ની સ્વલિખિત પોથીમાં મળતી શતાધિક રચનાઓ − જેમાં ૧૦ કડીના ‘(બમ્બઈમંડન) ચિંતામણિ-પ્રતિષ્ઠા-સ્તવન’(મુ.), જેસલમેરના પટવાઓના સંઘની તીર્થમાલા (અપૂર્ણ), ચિંતામણિ પાર્શ્વનાથનાં સ્તવનો તથા પદોનો સમાવેશ થાય છે − તેના કર્તા. અમરસિંધુર ઈ.૧૮૨૧માં મુંબઈ ગયા પછી તેમની પ્રેરણાથી ઈ.૧૮૨૯માં મુંબઈના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરની સ્થાપના તથા પ્રતિષ્ઠા થયાની માહિતી મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૩ - ‘બમ્બઈમંડન શ્રી ચિંતામણિપ્રતિષ્ઠા-સ્તવન’, સં. અગરચંદ નાહટા (+સં). સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]