અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/એ રત: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) No edit summary |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | ||
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે, | ||
{{space}}એ રત આવી, ને રાજ! આવજો! | {{space}}એ રત આવી, ને રાજ! આવજો!<br> | ||
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)}} | ||
</poem> | </poem> |
Revision as of 17:56, 21 June 2021
મ્હોરી મ્હોરી આંબલિયા કેરી ડાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઝીલે નીરે સારસ સરોવરપાળ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
કુંજે કુંજે વાઘા સજ્યા નવરંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ચન્દ્ર હસી અજવાળે રજનીનાં અંગ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
તેજ મધુર વરસે, ને વિશ્વ મહીં ન્હાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
લીલો પેલો વનનો મંડપ ઝોલાં ખાય રે,
એ રત આવી, ને રાજ! આવજો!
ઊભી ઊભી નીરખું છું વાટ અલબેલ રે!
એ રત આવી, ને રાજ! આવજો!
ફૂલડેથી લૂમી-ઝૂમી મારી વેલ રે,
એ રત આવી, ને રાજ! આવજો!
(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૧૪)