ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આગમમાણિક્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આગમમાણિક્ય'''</span> [ ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ...") |
(No difference)
|
Revision as of 13:05, 30 July 2022
આગમમાણિક્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય જિનહંસના શિષ્ય. સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ (જ.ઈ.૧૪૦૮ - અવ.ઈ.૧૪૮૧?) એ જિનહંસને આચાર્યપદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. કવિના ગુરુ ઉક્ત જિનહંસ હોય તો કવિનો સમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ ગણાય. એમના રાસઉ, આંદોલા અને ફાગના રચનાબંધવાળા, ૨૭ કડીના ‘જિનહંસગુરુ-નવરંગ-ફાગ’ (લે.સં. ૧૬મી સદી અંતભાગ/સં. ૧૭મી સદી આરંભ અનુ.; મુ.)માં પરંપરાગત રૂપકશૈલીએ ગુરુના શીલનો મહિમા વર્ણવાયો છે. આંતરયમકના વ્યાપક વિનિયોગવાળા આ કાવ્યમાં કવિએ સૌંદર્યવર્ણન અને વિરહવર્ણનની તક લીધી છે અને ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવતી કેટલીક મનોરમ પંક્તિઓ પણ એમાં મળે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ [શ્ર.ત્રિ.]