અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 15: Line 15:
દેવની કટોરી ગૂંથી લાવ :
દેવની કટોરી ગૂંથી લાવ :
{{space}}જગમાલણીરે બ્હેન!
{{space}}જગમાલણીરે બ્હેન!
{{space}}અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
{{space}}અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!<br>
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)}}
{{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)}}
</poem>
</poem>

Revision as of 17:58, 21 June 2021

ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
         જગમાલણી રે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
         જગમાલણીરે બ્હેન!
         અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)