ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આશકરણજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આશકરણજી'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી...")
(No difference)

Revision as of 05:46, 31 July 2022


આશકરણજી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. જેમલજીની પરંપરામાં રાયચંદ્રના શિષ્ય. ૧૦ કડીની ‘નિર્ગ્રંથ મુનિનું સ્તવન/સાધુવંદનાની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.) ૧૯ કડીની ‘સામાયિકમાં બત્રીસ દોષના નિવારણની સઝાય’ (૨. ઈ.૧૭૮૨; મુ.), ૭ ઢાળની ‘નમિરાયની ઢાળ’ (૨. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, પોષ સુદ ૧૩; મુ.), ‘ચૂંદડી-ઢાળ’ અને ૭ ઢાળની ‘ધન્નામુનિની ઢાળ’ (૨. ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, વૈશાખ વદ -; મુ.) એ કૃતિઓના કર્તા. ‘નમિરાયની ઢાળ’ તથા ‘ધન્નામુનિની ઢાળ’માં ભાષા હિન્દી-રાજસ્થાની-પ્રધાન છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈસમાલા (શા) : ૨, ૩. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]