ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇશ્વર સૂરિ-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઇશ્વર(સૂરિ)-૧'''</span> ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર...") |
(No difference)
|
Revision as of 06:04, 31 July 2022
ઇશ્વર(સૂરિ)-૧ ઇશ્વર(સૂરિ)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : સંડેરગચ્છના જૈન સાધુ. યશોભદ્રસૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. અપરનામ દેવસુંદર. તેમણે ઈ.૧૫૪૧માં નાડલાઈના મંદિરમાં આદિનાથની પ્રતિમાની પુન:સ્થાપના કરી હતી. ૨૦૫૦ ગ્રંથાગ્રનો ‘જીવવિચાર પ્રકરણ-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૦૩) એમની ગુજરાતી કૃતિ છે. એમની કૃતિ ‘લલિતાંગનરેશ્વર-ચરિત્ર/પ્રબંધ/રાસ’ (૨. ઈ.૧૫૦૫) પ્રાકૃત, અપભ્રંશ તથા ગુજરાતી ભાષામાં રચાયેલી તેમ જ દુહા, કુંડલિયા, ઇન્દ્રવજ્રા, વસ્તુ વગેરે ૧૬ જેટલા સંસ્કૃત-અપભ્રંશ છંદોબંધ તથા કાવ્યબંધનો ઉપયોગ કરતી હોઈને અત્યંત નોંધપાત્ર બને છે. તેમાં વપરાયેલા છંદોબંધમાં અડિલ્લાર્ધ-બોલી, વર્ણનબોલી, યમકબોલી વગેરેનો ઉલ્લેખ થયો છે જે અમુક અંશે ગદ્યબંધ હોવાનો પણ સંભવ છે. એમણે દુહા-ચોપાઈ ઉપરાંત વિવિધ ઢાળોમાં ‘શ્રીપાલ-ચોપાઈ/સિદ્ધચક્ર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૮/સં. ૧૫૬૪, આસો સુદ ૮), ૭૩/૭૬ કડીની ‘નંદિષેણ-છઢાળિયાં’ અને ૬ કડીની ‘નેમિજિન-ગીત’ એ કૃતિઓ પણ રચેલ છે. તેમની સંસ્કૃત રચના ‘સુમિત્ર-ચરિત્ર’ (૨. ઈ.૧૫૨૫)માં ઉલ્લેખાયેલી ‘જીવવિચારપ્રકરણવિવરણ’, ‘સટીક-ષટ્ભાષા-સ્તોત્ર’, ‘યશોભદ્ર-પ્રબંધ/ફાલ્ગુચિંતામણિ’ તથા ‘મેદપાટ-સ્તવન-સટીક’ વગેરે અન્યકૃતિઓમાંની ઘણીખરી સંસ્કૃતમાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. ડિકૅટલૉગભાવિ, ૩. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]