ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉત્તમરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉત્તમરામ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંબાજી...")
(No difference)

Revision as of 05:10, 1 August 2022


ઉત્તમરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : અંબાજીનાં શણગાર અને શક્તિનું ગાન કરતી ગરબી (૨.ઈ.૧૮૪૩/સં. ૧૮૯૯, શ્રાવણ વદ ૯, રવિવાર; મુ.) તથા ‘ડંકપુરમાહાત્મ્ય’(૨. ઈ.૧૮૪૪/સં. ૧૯૦૦, આસો સુદ ૧૫, ભૃગુવાર; મુ.)ના કર્તા કોઈ એક જ ઉત્તમરામ હોય એવું સમજાય છે. ૩૦ કડવાં અને ૧૦૨૫ કડીના ‘ડંકપુરમાહાત્મ્ય’માં ડાકોર અને તેની આસપાસનાં ગલતેશ્વર વગેરે ધાર્મિક સ્થળોની કથા ઉપરાંત બોડાણાની કથા, સૂત અને શૌનકના સંવાદ રૂપે, વીગતે કહેવાયેલી છે. પ્રસ્તાવનામાં આ કૃતિને દીનાનાથ ભટ્ટની સંસ્કૃત રચનાનો આધાર હોવાનું જણાવાયું છે. કૃતિ : ૧. ડંકપુરમાહાત્મ, પ્ર. બુદ્ધિવર્ધક હિન્દુ સભા, સં. ૧૯૦૭ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીરામ, સં. ૧૯૭૯ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ચિ.ત્રિ.]