ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયભાનુ વાચક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયભાનુ(વાચક) - ૧'''</span> [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિ...")
(No difference)

Revision as of 05:19, 1 August 2022


ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ ← / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્રરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૭ સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.