ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસાગર-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયસાગર - ૧'''</span> [ઈ.૧૬૨૦(?)માં હયાત] : ખરતરગચ્છના...") |
(No difference)
|
Revision as of 08:45, 1 August 2022
ઉદયસાગર - ૧ [ઈ.૧૬૨૦(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુધર્મગણિની પરંપરામાં સહજરત્નના શિષ્ય. રત્નશેખરની મૂળ પ્રાકૃતક કૃતિ, ‘લઘુક્ષેત્રસમાસ-પ્રકરણ’ પર બાલાવબોધ(ર.ઈ.૧૬૨૦?/સં. ૧૬૭૬ ?, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : ૧ જૈગૂકવિઓ :૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]